લીલીયા તાલુકાના હાથીગઢ-બોડિયા માર્ગ પર લક્ઝરી બસ સામે આવી જતાં ગોકુળ નમકીનની ગાડી પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગાડી માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક સામેથી લક્ઝરી બસ આવતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ગાડી પલટી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.







































