સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ દ્વારા જમ્મુ ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશની રક્ષા કરતા જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે બીએસએફ ફ્રન્ટિયર જમ્મુ કેમ્પસમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અને મૂળ બગસરાના વતની ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે ૧,૦૦૦ જવાનોને મીઠાઈ અને ભેટ આપીને એલઓસીની ચોકીઓની મુલાકાત લેવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા દીપક અને ઇમ્તિયાઝ જવાનોની ૬૦મી બટાલિયનની ચોકીની પણ મુલાકાત લીધી હતી. જમ્મુ ફ્રન્ટિયરના રેન્જ આઈજી આસિફ જલાલના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રવાસમાં ડા. મધુકાંત ગોંડલિયા સહિત સંસ્થાના સભ્યો જોડાયા હતા.








































