પીઠવાજાળ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા તા. ૨૯-૧૦-૨૦૨૬ના રોજ વિવિધ રોગોના નિદાન અને સ્ક્રિનિંગ માટે હેલ્થ કેમ્પ યોજાયો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી અને તાલુકા હેલ્થ ઓફિસર એસ.બી. સતાણીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસ, બીપી સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. GSACS લિંક વર્કર સ્કીમ અંતર્ગત HIV, હિપેટાઇટિસ-બી, હિપેટાઇટિસ-સી અને સિફિલિસનું ૬૪ થી વધુ લોકોનું સ્ક્રિનિંગ કરી રોગો અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. HIV/AIDS એક્ટ-૨૦૧૭ અને હેલ્પલાઇન નંબર ૧૯૯૭ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. કેમ્પમાં ૧૦૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો. અંબુજા ફાઉન્ડેશન દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત વિઝન ફોર વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન અને આરોગ્ય મંદિરના સહયોગથી પીઠવાજાળ, વિઠ્ઠલપુર અને તરકતળાવની ૧૯ પરપ્રાંતીય સગર્ભા અને ધાત્રી માતાઓને એક મહિના સુધી ચાલે તેવી પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાયું હતું. ડો. રમેશ ચૌહાણે વાડી વિસ્તારમાં વન્યજીવોથી સાવચેત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ ભાવેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રના તબીબો, કર્મચારીઓ અને આશા વર્કરોએ જહેમત ઉઠાવી હતી.





































