અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની આગેવાનીમાં જિલ્લામાં ખોવાયેલા મોબાઇલ ફોન અંગે મળેલી અરજીઓના આધારે સીઇઆઇઆર પોર્ટલમાં એન્ટ્રી કરવામાં આવી હતી. ટ્રેસ થયેલા ફોન શોધી કાઢીને ૧૪ અરજદારોને એલ.સી.બી. કચેરી ખાતે પરત સોંપવામાં આવ્યા હતા. આ ફોનની કુલ કિંમત રૂ.૧,૮૮,૫૬૮ થાય છે.આ કામગીરીમાં પી.એસ.આઇ. એમ.ડી. ગોહિલ, પી.એસ.આઇ. જે.ડી. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ તુષારભાઈ પાંચાણી તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિનગીરી ગૌસ્વામીએ સહયોગ આપ્યો હતો. ફોન પરત મળતા અરજદારોએ પોલીસનો આભાર માન્યો હતો.