ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રબળ ખેલાડીઓમાંના એક, ગ્લેન મેક્સવેલે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેક્સવેલના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો ચોંકી ગયા. જ્યારે તેણે તેના ક્રિકેટ કારકિર્દીમાં ઘણી ઉત્તમ અને શાનદાર ઇનિંગ રમી છે, ત્યારે ૨૦૨૩ ના વનડે વર્લ્ડ કપમાં તેણે ફટકારેલી વિસ્ફોટક બેવડી સદી અજાડ છે. એક સમયે, ટીમ માત્ર ૯૧ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પછી મેક્સવેલે બેવડી સદી ફટકારી, જે હજુ પણ વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી નોંધપાત્ર ઇનિંગમાંની એક તરીકે ઉભરી છે.
ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે સોમવારે મોડી રાત્રે આ નિર્ણય જાહેર કર્યો. જાકે, તેઓ લીગ ક્રિકેટમાં પાછા ફરી શકે છે. મેક્સવેલે ૨૦૨૫માં પોતાની છેલ્લી વનડે રમી હતી, પરંતુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યા છે. વધુમાં, તેઓ આ વર્ષે યોજાયેલા આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં પણ રમ્યા હતા.
૨૦૨૩ના આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. પહેલા બેટિંગ કરતા, અફઘાનિસ્તાને ૨૯૧ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને ૨૯૨ રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા બેટિંગ કરવા આવ્યું, પરંતુ ટ્રેવિસ હેડ શૂન્ય રન બનાવીને આઉટ થયા. ડેવિડ વોર્નરે ૧૮ અને મિશેલ માર્શે ૨૪ રન બનાવ્યા. માર્નસ લાબુશેન અને જાશ ઈંગ્લીસ પણ કંઈ ખાસ કરી શકયા નહીં. છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહેલા ગ્લેન મેક્સવેલને કદાચ ખ્યાલ નહોતો કે તેઓ જે હાંસલ કરવાના છે તે ઇતિહાસના પાનામાં કોતરાઈ જશે.
ઓસ્ટ્રેલિયાની એક બાજુ વિકેટ પડી રહી હતી, પરંતુ બીજા છેડે તોફાન ચાલી રહ્યું હતું. મેક્સવેલ એટલો આક્રમક હતો કે ચોગ્ગા અને છગ્ગાનો મારો ચાલુ રહ્યો. ઓસ્ટ્રેલિયાએ માત્ર ૯૧ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મેક્સવેલ મક્કમ રહ્યા. તેમને કેપ્ટન પેટ કમિન્સનો સાથ મળ્યો. ઓસ્ટ્રેલિયાએ માત્ર ૪૬.૫ ઓવરમાં ૨૯૩ રન બનાવીને મેચ જીતી લીધી.
આ મેચમાં મેક્સવેલે ૧૨૮ બોલમાં ૨૦૧ રનની ધમાકેદાર અણનમ ઇનિંગ રમી. બીજા છેડે ઉભેલા કેપ્ટન પેટ કમિન્સે ૬૮ બોલમાં માત્ર ૧૨ રન બનાવ્યા. તેણે ૨૧ ચોગ્ગા અને દસ છગ્ગા ફટકાર્યા. આજે પણ આ ઇનિંગને નોંધપાત્ર માનવામાં આવે છે. જાકે, મેક્સવેલ ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાવા મળશે નહીં. આશા છે કે તે લીગ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને મેદાનમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેશે નહીં.














































