પાયાનાં ખાતરમા રાસાયણીક ખાતર વાપરતા મિત્રોએ ખાસ એ વાતનુ ધ્યાન રાખવુ કે આ વર્ષ જમીનમા ઓછો ભેજ હોવાથી બે દિવસમા પિયત થઈ જવુ જોઈએ કારણ કે બીજનુ અંકુરણ થાય ત્યારે ખાતરમા જે નાઇટ્રોજનનો ભાગ ઓછા ભેજને કારણે બીજના અંકુરણને બાળી નાખે છે અને તેવા બીજમા ફુગ થાય છે જે ફૂગ પાછળથી ઉગી ગયેલ છોડને પણ નુકશાન કરે છે અને અમુક પાકમા સૂકારો ચાલુ થાય અને ઉગાવો નબળો આવવાની શકયતા રહે છે. માટે રાસાયણીક ખાતર વાપરતા ખેડુતોએ બે દિવસમા પિયત થઈ જાય તે મૂજબ વાવેતર કરતા રહેવુ મોટા નંબરમા એક સાથે વાવેતર કર્યુ હોય અને મોટર બળી જાય અથવા TC બળી જાય તો પિયત આપવામા મોડુ થઈ જાય તો નુકશાન ભોગવવુ પડે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ
• છંટકાવ માટે હોલોકોન નોઝલનો ઉપયોગ કરવો અને પવનની દિશામાં છોડ બરાબર ભીંજાય ત ેરીતે છંટકાવ કરવો.
• પંપ અને અન્ય સાધનો દવાનાં છંટકાવ પછી યોગ્ય રીતે સફાઇ કરી સંગ્રહસ્થાનમાં મૂકવા.
• દવાઓનું મિશ્રણ ન કરવું તેમજ જરૂરિયાત હોય ત્યારે બજારમાં મળતા તૈયાર દવાઓના મિશ્રણનો ઉપયોગ કરવો.
• જૈવિક કીટકનાશક સાથે ફૂગનાશક દવા ભેળવવી નહી.
• ખેતરમાં મિત્ર કીટકો હોય ત્યારે દવાનો છંટકાવ ન કરવો.
કાર્બામેટ (કાર્બોસલ્ફાન, થાયોડીકાર્બ) આ જૂથના કીટનાશક રસાયણો જીવાતનાં ચેતાતંત્રમાં જૈવ-રાસાયણિક પ્રકારે થતાં સંદેશાવહન માટે જરૂરી એવા ખાસ પ્રકારનાં અંતઃસ્ત્રાવ (એસીટાઈલ કોલીન એસ્ટ્રેઝ) ને બનતા અટકાવે છે અને આ રીતે કીટકનુ નિયંત્રણ થાય છે. આવા કીટનાશક રસાયણો એસીટાઈલ કોલીન એસ્ટ્રેઝઈન્હીબીટર્સ તરીકે ઓળખાય છે.
એરંડાઃપાનનોઅલ્ટરનેરીયા ટપકાં નો રોગ/ રોગના લક્ષણો ઃ આ રોગ અલ્ટરનેરીયા મેકરોસ્પોરા નામના ફુગથી થાય છે.આ રોગ મોટા ભાગે પાકની પાછલી અવસ્થાએ જોવા મળે છે. સામાન્ય રીતે પાકટ પાન અને નીચેના પાન પર નાના બદામી, ગોળ કે અનિયમીત આકારમાં વધીને કેન્દ્રીયભૂત વર્તુળો વાળા ચાઠાઓ ઉત્પન્ન થાય છે. પાનની ધારને પણ ઝાળ લાગે છે. આ રોગની માત્રા વધતા પાન ખરી પડે છે. થડ, દાંડીઓ અને જીંડવા પર પણ રોગનો ઉપદ્રવ પણ જોવા મળે છે.
નિયંત્રણઃ- મેન્કોઝેબ ૦.ર % (૧૦ લીટરમાં ર૭ ગ્રામ)ઓગાળી મિશ્રણ ૧પ દિવસના અંતરે ર થી ૩ વખત છાંટવું.
ઘઉં • ઘઉંનાં પાનનાં સુકારાના નિયંત્રન માટે રોગની શરૂઆતમાં મેન્કો વે.પાવડર ૧૦ લિટર પાણીના ૧૫ દિવસના આંતરે બે છંટકાવ કરવા.
શિયાળુ મકાઈ: • પાનનો સુકારો ટર્સીકમ લીફ બ્લાઈટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા
(૧ લિટર / ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા
(૧ લિટર / ૧૦ લિટર પાણી) નો છંટકાવ વાવણીની ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે આંતરે બે છંટકાવ કરવા.
પૂર્વા તલ: • ગાંઠિયા માખીના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ડુંગળીમાં થ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લી.અથવા સ્પીનોસેડ ૨ મીલી૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવો.
બટાટા • બટાટાના કટકાનાં કોહવારાનાં નિયંત્રણ માટે બટાટા ના વાવેતર પહેલા જ્યારે બીજ તૈયાર કરવામાં આવે છે એટલે કે ટુકડા કરવામાં આવે છે ત્યારે કાપેલ ટુકડાને મેન્કોઝેબ દવાની સુકી માવજત આપવી જરૂરી છે જેથી રોગપ્રેરકો ટુકડામાં દાખલ થાય નહિ અને ટુકડા કોહવાય નહિ. પ્રતિ હેકટરે એક કિલો મેન્કોઝેબ અને ૫ કિલો શંખજીરૂ મિશ્રણ કરી બટાટાના ટુકડા ઉપર ભભરાવી વાવેતર કરવાથી કટકામાં થતો કોહવારાનો રોગ અટકાવી શકાય છે.
તરબૂચઃ • તરબૂચમાં૨૦ માઈક્રોન જાડાઈનું સીલ્વર બ્લેક કલરની પ્લાસ્ટીક મલ્ચનો ઉપયોગ કરી ૦.૬ ઈટીસી લેવલે ટપક પધ્ધતિ દ્રારા પિયત આપો.
શાકભાજીઃ • ભીંડામાં તડતડીયા તથા ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ માટે મેટારીઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
• ટમેટાનાં પાનનાં સુકારાનાં રોગ માટે કોપર હાઈડ્રોકસાઈડ ૭૭ વે.પા. ૨૫ ગ્રામ/૧૦ લીટર પાણીમાં નાખી ૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
• દુધી: ગુજરાત આણંદ સંકર દુધી – ૧ નું વાવેતર કરો.
મરીમસાલાના પાકો (વરિયાળી, જીરું, ઘાણા, મેથી, સુવા અને અજમો) ઃ મોલો અને થ્રીપ્સનાં નિયંત્રણ માટે
મોલો અને થ્રીપ્સનો વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૨મિ.લી. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસેલ ૪ મિ.લી. અથવા કાર્બેસ્લ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લી. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો બીજા છંટકાવની જરૂરિયાત જણાય તો કીટનાશક બદલવી. ધાણાનાં ઉગાવાના એક મહિના બાદ ટ્રાઈકોડર્માં હારજીયાનમ ૫ કિ.ગ્રા. ૧૦ કિલો રેતીમાં ભેળવી છંટકાવ કરવાથી સુકારાનું નિયંત્રણ મેળવી શકાય છે.
ધાણા ઃ તાપમાન ૩૦ થી ૩૫ સે. હોય ત્યારે વાવેતર કરવું. સમય ૧૦ થી ૨૫ નવેમ્બર વચ્ચે વાવેતર કરવું. બિયારણનો
આભાર – નિહારીકા રવિયા દર ૩.૫ કિલો /વીઘા મુજબ કરવું. બે હાર વચ્ચે ૧૮ ઇંચના અંતરે વાવેતર કરવું.
જાતઃ ધાણા-૧ , ૨ અને ૩ જાત છે વધુ સારી જાત ધાણા-૩ છે. ખાતર ૩૦-૧૫-૦ તેમાં સિંગલ સુપર ફોસ્ફેટ વીઘે ૧૫ કિલો ,એમોનિયમ સલ્ફેટ વીઘે ૧૦ કિલો વાપરવું. આ ખાતર પાયામાં આપવું.તે ઉપલબ્ધ ન હોય તો ૨૦-૨૦-૦-૧૩ વીઘે ૧૫ કિલો પાયામાં આપવું.સાથે પોટાશ ૧૦ કિલો આપવું.આસાથે માઈકોરાઈજા નો પણ મૂળના વિકાસ ઉપયોગ કરો. તે ઉપરાંત જૈવિક બેક્ટેરિયા એઝોટોબેક્ટર તેમજ થાયોબેસીલાસ સલ્ફરના બેક્ટેરિયા કલ્ચર ૨.૫ વીઘે ૧-૧ લીટર નો ઉપયોગ કરવો. પાયા ખાતરમા રાસાયણીક ખાતર વાપરતા મિત્રોએ ખાસ એ વાતનુ ધ્યાન રાખવુ કે આ વર્ષ જમીનમા પુષકળ ભેજ હોવાથી બે દિવસમા પિયત થઈ જવુ જોઈએ કારણ કે બીજનુ અંકુરણ થાય ત્યારે ખાતરમા જે નાઇટ્રોજનનો ભાગ ઓછા ભેજને કારણે બીજના અંકુરણને બાળી નાખે છે અને તેવા બીજમા ફુગ થાય છે જે ફૂગ પાછળથી ઉગી ગયેલ છોડને પણ નુકશાન કરે છે અને અમુક પાકમા સૂકારો ચાલુ થાય અને ઉગાવો નબળો આવવાની શકયતા રહે છે. માટે રાસાયણીક ખાતર વાપરતા ખેડુતોએ બે દિવસમા પિયત થઈ જાય તે મૂજબ વાવેતર કરતા રહેવુ.
ચણાઃ સુકારોનાં જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્માં નામની ફૂગ વાવણી સમયે ચાસમાં પુરતો ભેજ હોય ત્યારે ર થી ર.પ કિ./હે. ૩૦૦ કિલો સેન્દ્રીય ખાતર કે દિવેલીના ખોળમાં મિશ્ર કરી આપવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
• ચણામાં સ્ટંટ વાયરસ રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી જરુરીયાત મુજબ છંટકાવ કરવો.
• લસણ:વાવણી બાદ એક માસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરીયા અથવા ૧૨૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. • ડુંગળી અને લસણમા ંથ્રીપ્સનાં નિયંત્રણ માટે લસણ રોપતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩ જી ૩૩ કિગ્રા / હે પ્રમાણે આપવું .વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ૫ ઈસી ૫ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • સીતાફળમાં મિલીબગનાં નિયંત્રણ માટે ખરી ગયેલ પાન તથા ફાળો વિલી તેનો નાશ કરવો તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફુટની ઊંચાઈએ પોલીથીલીન પહોળો પટ્ટો લગાવી તેની ઉપર તથા નીચેની ઘારે ગ્રીસ લગાડવું. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકોનો છંટકાવ કરવો.
નાળીયેરીઃ •નાળીયેરીના ફળ કાળા પડી અને ખરી જાય છે તે માટે આ પાનકથીરી નામની જીવાતની અસરને લીધે થાય છે. લીમડા આધારીત દવાનું મુળ શોષણ પધ્ધતિ ધ્વારા ર માસ અંતરે ર કે ૩ વાર આપવાથી થઈ શકે છે. • નાના ફળ ખરી પડવાના કારણોમાં ઝાડને સારૂ પોષણ મહત્વની બાબત હોવાથી ભલામણ પ્રમાણે ઝાડદીઠ ૧ કિલો એમોનિયમ સલ્ફેટ,૧ કિલો સુપર ફોસ્ફેટ તથા ૧.રપ૦ કિલો મ્યુરેટ ઓફ પોટાશ જુન-જુલાઈમાં અને તેટલોજ બીજો હપ્તો સપ્ટેમ્બર-ઓકટોબરમાં આપવો.
આંબોઃ આંબો ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ ૨ ટકાના દ્રાવણના બે છંટકાવ કરવા, પપૈયા ઃ તાઈવાન હાઈબ્રીડ જાતમાં નર અને માદા એક જ ફુલમાં હોવાથી એક ખાડામાં એક છોડનું વાવેતર કરવું.
ચીકુઃ • ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી. ચોમાસામાં પાણી પાણી ભરવા દેવું નહી. નિતારની વ્યવસ્થા કરવી. ઝાડ ફરતે . ચીકુવાડીયામાં સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડર્માં મિશ્ર કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.
દાડમ:દાડમના પાકમાં વરસાદ પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ ડાળીની ટોંચ પરથી ૩૦ સેમી સુધી છટણી કરવાથી અને ચોખ્ખો નફો મળે છે. • દાડમમાં ગંઠવા
કૃમિના નિયંત્રણ માટે પેસીલોમાયસીસ લિલાસીનસ ૨૦ કિલો/હે. + દિવેલીનો ખોળ ૨ ટન/હે. ચોમાસાની શરૂઆતમાં અને ત્યારબાદ દર ૬ મહિનાના અંતરે થડથી ૧૨ થી ૧૮ ઇંચ દુર તથા આશરે ૯ ઇંચ રીંગ કરી જમીનમાં મૂળ નજીક આપવું. દાડમના પાકમાં વરસાદ પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ ડાળીની ટોંચ પરથી ૩૦ સેમી સુધી છટણી કરવાથી અને ચોખ્ખો નફો મળે છે.
સીતાફળ: • મિલીબગનાં નિયંત્રણ માટે ખરી ગયેલ પાન તથા ફાળો વિલી તેનો નાશ કરવો તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દેવી.ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફુટની ઊંચાઈએ પોલીથીલીન પહોળો પટ્ટો લગાવી તેની ઉપર તથા નીચેની ઘારે ગ્રીસ લગાડવું. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના મીંજનો ભૂકોનો છંટકાવ કરવો.
કેળ: • મધ્ય ગુજરાતનાં ખેડૂતોએ ગ્રાન્ડ નેઇન કેળનું વાવેતર કરવું.• કેળની રોપણીના ખાડા દીઠ ૧૦ કિગ્રા છાણીયુ ખાતર આપવું.
• રોપણી પછી ત્રીજા મહીને મ્યુંરેટ ઓફ પોટાશ,સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરના ત્રણ સરખા ભાગમાં આપવું અને ફોસ્ફેટ પોટાશ જમીનમાં અને પાંચમાં મહીને ફર્ટીગેશન ધ્વારા નાઇટ્રોજન ખાતર આપવું.
જામફળ:
• ફળ માખીના નિયંત્રણ માટે ૫૦ લીટર પાણીમાં મેલાથીઓન ૫૦% ઈસી ૧૦ મીલી અને ૪૦૦ ગ્રામ ગોળ ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
જામફળ:ફળ માખીના નિયંત્રણ માટે ૫૦ લીટર પાણીમાં મેલાથીઓન ૫૦% ઈસી ૧૦ મીલી અને ૪૦૦ ગ્રામ ગોળ ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
કેળ:• કેળની રોપણીના ખાડા દીઠ ૧૦ કિગ્રા છાણીયુ ખાતર આપવું.














































