અમરેલી ખાતે ૧૫ ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રી-ઈન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી યોજાઈ રહી છે. ત્યારે ૧૦ ઓગસ્ટે સવારે ૯ કલાકે અમરેલી શહેરમાં હેરિટેજ વોક યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ મળી આશરે ૨૦૦ લોકો જોડાયા હતા. હેરિટેજ વોક દરમિયાન વિદ્યાર્થીઓએ અમરેલીના ઐતિહાસિક રાજમહેલની મુલાકાત લીધી હતી. ડા. કેતન કાનપરિયાએ રાજમહેલનો ઇતિહાસ, સ્થાપત્ય અને અમરેલીની ઐતિહાસિક વિરાસત અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમ થકી યુવા પેઢીને ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિથી પરિચિત કરાવી વારસાના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.