લીલીયા તાલુકાના કુંતાણા ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલ તથા લોકી ગામે બસ સ્ટેન્ડનું લોકાર્પણ જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કુંતાણા ખાતે કોમ્યુનિટી હોલની સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામજનોને સામાજિક અને સાર્વજનિક પ્રસંગો માટે ઉપયોગી સુવિધા મળશે. જ્યારે લોકી ગામે બસ સ્ટેન્ડનું નિર્માણ થતાં મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને વાહનવ્યવહારમાં મોટી રાહત મળશે. આ પ્રસંગે ભીખાભાઈ ધોરાજીયા, ચતુરભાઈ કાકડિયા, કુંતાણા ગામના સરપંચ તથા મહામંત્રી ગૌતમભાઈ વિંછીયા, લોકી ગામના સરપંચ કિરીટભાઈ સોળીયા, તાલુકા પંચાયત સદસ્ય રણજીતભાઈ ખુમાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ATDO જીગુબેન યાજ્ઞિક, તાલુકા પંચાયત એન્જિનિયર રૂક્સાનાબેન પઠાણ, બંને ગ્રામ પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.










































