લાઠીના સુવાગઢ ગામની સીમમાં યુવક સાથે ઝપાઝપી કરી ગાળો આપવામાં આવી હતી. આ બનાવ અંગે હાર્દિકભાઈ મુકેશભાઈ ડાભી (ઉ.વ.૧૯) નામના યુવકે ગઢડાના વિકળીયા ગામના સચિનભાઇ પરેશભાઇ મકવાણા, સાહિલભાઇ મુનાભાઇ મકવાણા તથા મુકેશભાઇ મુળજીભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાહિલભાઈ મકવાણાની બહેનને ફરિયાદીના મિત્ર હાર્દિકભાઇ જેન્તીભાઇ પડાયા સાથે પ્રેમ સંબંધ હતો, જેથી તે તેને લઇને જતો રહ્યો હતો. હાર્દિક ડાભી પોતાના મિત્ર હાર્દિક પડાયાના સંપર્કમાં હોવાનું માનીને આરોપીઓએ લાકડી વડે તેને કમરના નીચેના ભાગે માર માર્યો હતો અને જેમ-ફાવે તેમ ગાળો આપી હતી. આ ઉપરાંત ત્રણેય આરોપીઓએ તેની સાથે ઝપાઝપી કરી ધક્કો મારતાં તેને ડાબા પગના ગોઠણે મૂંઢ ઇજા થઈ હતી.









































