શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના કાર્યક્રમ બાદ બાળકોએ સિંહના મહોરા પહેરીને ગ્રામજનો સાથે મુખ્ય માર્ગો પર જાગૃતિ રેલી કાઢી હતી. રેલી દરમિયાન બાળકોએ સિંહ બચાવોના નારા અને સૂત્રોચ્ચાર દ્વારા સિંહ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ગામના ચોરા પાસે તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ સિંહના રક્ષણ માટે સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે સિંહ અને માનવ વચ્ચેના આંતરસંબંધો તથા સિંહોની વધતી સંખ્યા અંગે માહિતી આપવામાં આવી હતી. શાળા પરિવાર અને ગ્રામ આગેવાનોએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.