આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ તકે જિલ્લા પ્રભારી અને કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાની વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી હતી.ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે અમરેલી નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ રૂ. ૪.૦૦ કરોડની માતબર ગ્રાન્ટના ખર્ચે વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શેલ્ટર હાઉસ પટાંગણથી શરૂ કરાયેલા આ પર્યાવરણીય પ્રકલ્પ હેઠળ શહેરમાં આધુનિક ઓકસિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે તેમજ વિવિધ મુખ્ય માર્ગોની બંને સાઇડમાં ૧૩ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને “ગ્રીન અમરેલી , ક્લિનિ અમરેલી”ની નેમને સાચા અર્થમાં સાકાર કરવામાં આવશે, જે આગામી સમયમાં સમગ્ર અમરેલી પંથક માટે એક ગ્રીન લંગ્સ (ફેફસાં) સમાન સાબિત થઈ ‘હરિયાળા શહેર’ના સ્વપ્નને સિદ્ધ કરશે. વૃક્ષારોપણ પૂર્વે અમરેલી નગરપાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રીનું મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.
આ હરિયાળા અભિયાનના પ્રારંભ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, નગરપાલિકા કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય, અમરેલી જિલ્લા આગેવાન અતુલ કાનાણી, એ.પી.એમ.સી. અમરેલીના પૂર્વ ચેરમેનપી.પી. સોજીત્રા, નગરપાલિકાના સભ્યો, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી એચ.જે.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, સામાજિક અગ્રણીઓ, શહેરના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર સુનિલ, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર વી.સી.રાઠોડ સહિત નાગરિકો ઉપÂસ્થત રહ્યા હતા.










































