સામાજિક વનીકરણ રેન્જ બાબરા દ્વારા નાની કુંડળ ગામે ૭૭મા ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પર્યાવરણ અને વન વિભાગના ‘હરિયાળું ગામ અભિયાન’ અંતર્ગત ગામની પડતર જમીન, ગૌચર, શાળા તેમજ પંચાયત ઘરની આસપાસ સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ વિનોદભાઈ તલાવડીયા, ઉપસરપંચ અશ્વિનભાઈ સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.