દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા ૧૦ દિવસ માટે વિશેષ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વનવિભાગની ટીમો દિવસ-રાત ૨૪ કલાક ગીરના જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં સતત નજર રાખશે. વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ચેકપોસ્ટ તથા નાકાઓ પર તૈનાત રહી પોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગ કરશે.તહેવાર દરમિયાન બહારથી આવતા સહેલાણીઓ સિંહોને પરેશાન ન કરે અને જંગલમાં ગેરકાયદે પ્રવેશ ન કરે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. સિંહોની પાછળ વાહનો દોડાવવા, વાહનોની લાઇટથી તેમને પરેશાન કરવા સહિતની પ્રવૃત્તિઓ રોકવા વનવિભાગ સક્રિય બન્યું છે. કાયદાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.






































