રાજુલા શહેરમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત બ્રહ્માકુમારી બહેનોએ રાજુલા શહેર તેમજ આસપાસના વિવિધ સ્થળોએ જઈ રાખડી બાંધી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ભાકોદર, પીપાવાવ ખાતેની વિવિધ કંપનીઓ અને સ્વાન ડિફેન્સ કંપની સહિતના સ્થળોએ મુખ્ય અધિકારીઓ તથા કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.








































