સાવરકુંડલાના જે. વી. મોદી હાઇસ્કૂલના વિદ્યાર્થી સુજલ બગડાએ તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા ૨૫થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. શાળા કક્ષાએ પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં સુજલ વિજેતા બન્યો હતો.