અમરેલીના દેવભુમી દેવળીયા ગામે પૂર્વ સરપંચને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. નાથાલાલ વલ્લભભાઇ સુખડીયા (ઉ.વ.૫૨)એ અરવિંદભાઇ કુરજીભાઇ ચકરાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ જાહેર જીવનના માણસ છે, સમાજમાં પ્રતિષ્ઠા સારી છે, તેમજ તેમના પત્નિ તાલુકા પંચાયત અમરેલી ખાતે સદસ્ય છે. તેમણે પોતે ભૂતકાળમાં દેવભુમી દેવળીયા ગામના સરપંચ તરીકે સેવા આપી હતી અને અગાઉ પણ આશરે ત્રણેક વર્ષ પહેલા આરોપીએ તેમની સાથે બોલાચાલી ઝગડો કર્યો હતો. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડવાના ઇરાદે ગાળો આપી, ખોટા ગુન્હામાં ફીટ કરી દેવાની ગર્ભીત ધમકી આપી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી તેનો વીડિયો બનાવી તે પોતાના ઇન્સ્ટા ગ્રામ આઇ.ડી. ઉપર અપલોડ કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ જે ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































