સાવરકુંડલામાં પત્ની છ મહિનાથી રિસામણે જતાં એકલવાયું લાગતાં યુવકે ગળાફાંસો ખાધો હતો. આ અંગે સુનિલભાઈ કાંતિભાઈ ચીભડીયા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ,રમણીકભાઇ કાંતિભાઇ ચીભડીયા (ઉ.વ.૩૬)ના પત્નિ છેલ્લા છ મહિનાથી રિસામણે જતા રહ્યા હતા. જેના કારણે ઉદાસ રહેતા હોવાથી એકલવાયુ જીવન જીવતા હતા. આ કારણે મનોમન લાગી આવતા ગળાફાસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે એલ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.







































