પીઠડીયા ગામે આજે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, બગસરા પ્રાંત અધિકારી નંદા, મામલતદાર પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ પીઠડીયા ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન વિવિધ રેકર્ડની ચકાસણી કરી હતી. ત્યારબાદ શાળાની મુલાકાત લઈ શાળા સ્ટાફ, મધ્યાહન ભોજન વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આંગણવાડીની મુલાકાત લઈ ત્યાંની કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન સ્ટાફની હાજરી, ઉપલબ્ધ દવાઓ તેમજ વિવિધ રજીસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય તથા ગ્રામ પંચાયતના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને પ્રાંત અધિકારી નંદાનું પુષ્પોથી સન્માન કરવામાં આવ્યું હતું.








































