કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશને પાસા કરી છે. પાસ હેઠળ ભાવેશ ઝીલિયાને ભુજની જેલ મોકલાયો છે. ભાવેશ વિરુદ્ધ ૧૫થી વધુ ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે, ત્યારે સરખેજના ગુનામાં પોલીસે પાસા કરી છે. મસ્તાની ગેંગના લીડર તરીકે ઓળખાતો ભાવેશ ઝીલીયા ગામનો રહેવાસી છે. તેની ગેંગને સ્થાનિક લોકોમાં ‘મસ્તાની ગેંગ’ અને ‘ચોટી ગેંગ’ તરીકે ઓળખવામાં આવે છે. ભાવેશ ઝીલીયા ઉર્ફે ભાવેશ બળદેવ દેસાઈએ વર્ષ ૨૦૧૬માં પાટણના જાણીતા ડોક્ટરનું અપહરણ કર્યું હતું. જે બાદ તે જેલમાં ગયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ અમદાવાદમાં મસ્તાની ગેંગ બનાવીને વસૂલાત અને ધમકીઓ આપતો હતો. આ કુખ્યાત સામે ખૂનની કોશિશ, ખંડણી, અપહરણ અને ગુજસીટોક સહિત ૨૦થી વધુ ગુના નોંધાયેલા છે. ગત માર્ચ મહિનામાં જ ઝીલીયા ગામમાં મંદિરના ફાળાના વિવાદ અને હિંસક અથડામણની ઘટના બની હતી. જેમાં તેના ઘર અને પોલીસવાન પર હુમલો થયો હતો. જે બાદ તંત્રએ કડક કાર્યવાહી કરીને ગૌચરની જમીન પર કબ્જા કરીને બનાવેલા તેના ગેરકાયદેસર આલીશાન ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
અમદાવાદમાં થઈ હતી ધરપકડ – અમદાવાદના સરખેજ પોલીસે થોડા સમય પહેલા તેની ધરપકડ પણ કરી હતી, જ્યારે તેણે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જમીન દલાલ મનોજ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો જૂની અદાવત અને વ્યાજ વિવાદને કારણે થયો હતો. તેના સાગરીતો સાથે તેણે જમીન દલાલની ઓફિસમાં ઘૂસીને તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા હાઈવે પર રવિવારે રાત્રે કુખ્યાત ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનર ગાડીને સ્કોર્પિયો ગાડીથી ત્રણ વાર ટક્કર માર્યા બાદ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. ત્યારે ભાવેશની ગાડીમાંથી પણ છ કારતૂસ ભરેલી રિવોલ્વર અને છરો મળી આવતાં તેની સામે પણ ગુનો નોંધી ત્રણ જણાની અટક કરાઈ હતી. આ ચર્ચાસ્પદ કિસ્સામાં મહેસાણા ન્ઝ્રમ્ પોલીસે ૬ આરોપીની અટકાયત કરી લીધી છે. જાકે, આનો માસ્ટરમાઇન્ડ જારાવરસિંહ ઉર્ફે ભાણુભા પોલીસ પકડથી દૂર છે. આ હુમલામાં આરોપીઓએ બે સ્કોર્પિયો કાર અને એક બલેનો કારનો ઉપયોગ કર્યો હતો.
આ ચકચારી કેસમાં મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલે વિસ્તૃત માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ હુમલામાં એક સફેદ રંગની સ્કોર્પિયો, એક કાળા રંગની સ્કોર્પિયો અને એક બલેનોમાં ૧૦થી ૧૧ જેટલા ઇસમો આ બનાવને અંજામ આપવા માટે પહોંચ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની વાત કરીએ તો, યુવરાજસિંહ, માંડલ (જેની પર બે ગુના નોંધાયા છે), શક્તીસીહ ઉર્ફે લાલો (જેની પર એક ગુનો નોંધાયો છે), આર્યન પટેલ મહેસાણા (મૂળ પાટણનો રહેવાસી), દિગ્વિજય ઉર્ફે દિગુભા મહેસાણા (જેની પર ૪ ગુના નોંધાયા છે.), દેવેન્દ્ર ઝાલા, મહેસાણા (જેની પર ૪ ગુના નોંધાયા છે.), યુવરાજસિંહ ઉર્ફે ગગુભા (જેની પર ૨ ગુના દાખલ છે.) આ લોકોનો મુખ્ય હેન્ડલર જારાવરસિંહ ઉર્ફે ભાણુભા છે. જેની પર સાત ગુના દાખલ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ હુમલો પ્રિપ્લાનિંગ સાથે થયો છે. આ આરોપીઓએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. કાવતરામાં આ લોકો ત્રણ ગાડીને લઈને આવ્યા હતા. જેમાં એક બલેનો ગાડીથી રેકી કરી હતી અને અન્ય બે ગાડીઓ હુમલા માટે રાખી હતી. ઘટનાને અંજામ આપીને આ લોકો અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા. પોલીસે વિવિધ ટીમો બનાવીને આ છ લોકોની ધરપકડ કરી છે. આ હુમલો કરવા પાછળનો મુખ્ય આરોપી જારાવરસિંહ નથી પકડાયો. તે પકડાશે બાદ જ આ કાવતરાનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ હુમલો હત્યાનો પ્રયાસ હતો.આ સાથે તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ આરોપીઓ વિસ્તારના જાણકાર હતા તેથી તેમને ખબર હતી કે ક્્યાં સીસીટીવી કેમેરા છે અને ક્્યાં પોલીસનો બંદોબસ્ત હોય છે. જેથી આ લોકોએ પોલીસથી બચવા માટે તેવી જ રીતે આ વિસ્તારનો ઉપયોગ કર્યો હતો. આ કોઈ સમાજની લડાઈ નથી પરંતુ આ બે લુખ્ખા ટોળકીઓની લડાઈ છે. આ આરોપીઓ કોઈ સભ્ય સમાજનો ભાગ નથી. આ લોકો જરૂર પડે ત્યારે એક થઈ જાય છે અને સમાજમાં દહેશત ઉભી કરવાનું કામ કરે છે.ચાણસ્માના ઝીલિયા ગામનો વતની ૩૨ વર્ષનો ભાવેશ બળદેવભાઈ રબારી રવિવારે સાંજે મહેસાણા આવ્યો હતો. જે બાદમાં નાગલપુરના તેના મિત્રો રબારી વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ અને રબારી કરણ બળદેવભાઈ રબારી સાથે હાઈવે પર આવ્યો હતો. ભાવેશ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. વિપુલ તેની બાજુની સીટ પર બેઠો હતો અને કરણ માધવી પાર્લરમાં ગયો હતો. દરમિયાન રાત્રે સાડા આઠેક વાગ્યે એક સફેદ રંગની નંબર વગરની કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીમાં આવેલા શખ્સોએ મારી ભાવેશની ફોર્ચ્યુનર ગાડીને ત્રણેક વાર ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. આટલું જ નહીં બાદમાં તેમની પર બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ભાવેશના ડાબા હાથના પંજા પર ઈજા થઈ હતી. પોલીસે કુલ કાર, રિવોલ્વર, કારતૂસ, છરો, ૩ મોબાઈલ સહિત કુલ રૂ.૧૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે આર્મ્સ એક્ટ સહિતનો ગુનો નોંધી ત્રણેયની અટક કરી હતી.









































