કોઇની કોમળ વાતોમાં ખોવાઈ જવું… મીઠી મીઠી વાતોના ઘેનમાં અજાણ્યા રસ્તે નીકળી પડવું… પણ શું તમે જાણો છો કે આ ગુલાબી સપનાઓની પાછળ ક્્યારેક બ્લેકમેલિંગનું કાળું ગિરહત હોઈ શકે છે?…બનાસકાંઠાના બાલારામના જંગલોમાંથી સામે આવ્યો છે ગુલાબી પ્રેમ અને કાળી ખંડણીનો એક એવો કિસ્સા, જ્યાં રોમાન્સની શોધમાં નીકળેલા શિક્ષકને પ્રેમના નામે લૂંટી લેવામાં આવ્યો.દાંતાના સરકારી શિક્ષકના ફોન પર એક અજાણી યુવતી આશા શર્માનો કાલ આવે છે. ફોન પર કોકિલા જેવો મીઠો અવાજ, અધૂરા અરમાનોની વાતો અને પ્રેમની એવી ગુલાબીજાળ બિછાવાય છે કે શિક્ષક પોતાનું ભાન ભૂલી બેસે છે. ફોન પર મીઠી-મીઠી વાતો થાય છે અને શિક્ષક પ્રેમની મોહજાળમાં ફસાઈ જાય છે.
વાતોનો સિલસિલો મુલાકાત સુધી પહોંચે છે. સ્થળ નક્કી થાય છે—બાલારામનું એકાંત જંગલ… શિક્ષકના દિલમાં આનંદની હેલી હતી કે આજે જંગલની લીલોતરી વચ્ચે એક રોમેન્ટિક સાંજ વીતશે. હસીના હાથ પકડીને જંગલમાં આગળ વધે છે, પણ શિક્ષક એ વાતથી અજાણ હતા કે આ પ્રેમ નહીં, પરંતુ તેમના માટે પથરાયેલી એક ઝેરી ટ્રેપ હતી..જંગલના એકાંતમાં હજુ તો રોમેÂન્ટક પળોની શરૂઆત જ થઈ હતી, ત્યાં જ એકાએક ઝાડીઓમાંથી કેટલાક શિકારીઓ ત્રાટક્યા… આંખોમાં પ્રેમના સપના રમી રહ્યા હતા ત્યાં જ સામે આવી ગઈ બળાત્કારના કેસની ધમકી અને ખંડણીની માગ.
આશા શર્માનો રોમેન્ટિક અવતાર ક્ષણવારમાં બદલાઈ ગયો. ૫ લાખ આપો, નહિતર સોશિયલ મીડિયામાં બદનામ કરી દઈશું,ની ધમકીઓ મળવા લાગી. ગભરાયેલા શિક્ષકે પોતાની લાજ બચાવવા રોકડ અને ઓનલાઈન થઈને ૧.૧૫ લાખ રૂપિયા ચૂકવી દીધા. પણ લાલચુ શિકારીઓની ભૂખ મટી નહોતી. ફેક પત્રકાર બનીને આવેલી ગેંગે ન્યૂઝ લિંકની ધમકી આપીને ફરી લાખો રૂપિયા માંગતા શિક્ષકના સપનાઓનો મહેલ કડડભૂસ થઈને તૂટી પડ્યો…દિલ તૂટ્યા પછી શિક્ષકે હિંમત કરી પાલનપુર પોલીસનો સંપર્ક કર્યો. અને જ્યારે એલસીબીએ આ હનીટ્રેપ ગેંગ પર દરોડા પાડ્યો, ત્યારે અસલી ટ્વિસ્ટ સામે આવ્યું…આ રોમેÂન્ટક ખેલનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ પીડિત શિક્ષકનો જૂનો મિત્ર અને શિક્ષક મહેબૂબ ખાન જ નીકળ્યો.જેણે પોતાના જ સાથીને આ મોહજાળમાં ફસાવવા માટે આશા શર્મા અને પોતાની ગેંગનો ઉપયોગ કર્યો હતો. પોલીસે મહેબૂબ ખાન, સલીમ અને નરસિંહ રાવળની ધરપકડ કરી લીધી છે, જ્યારે દિલરૂબા આશા શર્મા સહિત અન્ય ત્રણ હજુ ફરાર છે.મીઠી વાતો અને અજાણી હસીનાઓના ચહેરા પાછળ છુપાયેલા આ ઝેરથી બચવું જરૂરી છે, કારણ કે જંગલના રોમાન્સનો આ અંત પોલીસ સ્ટેશનના પાંજરામાં આવીને પૂરો થયો છે. વિદ્યાનું દાન આપતો શિક્ષક જ જ્યારે ગુનાખોરીના રસ્તે ઉતરી પડે ત્યારે સમાજ ક્્યાં જઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે. હાલ તો પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ સાથે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.







































