પ્રશાસને ઉત્તરાખંડમાં માન્યતા પ્રાપ્ત ન હોય તેવી મદરેસાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળના અધ્યક્ષ ડા. સુરજીત સિંહ ગાંધીના જણાવ્યા અનુસાર, રૂદ્રપુરમાં સોમવારે એક મદરેસાને સીલ કર્યા પછી, મંગળવારે બીજી એક મદરેસાને સીલ કરવામાં આવી હતી, જ્યારે બીજી એક મદરેસાને નોટિસ જારી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે મદરેસાઓ ધોરણોને પૂર્ણ કરતી નથી તેમનું નિરીક્ષણ કરવામાં આવશે અને રાજ્યભરમાં સમાન કાર્યવાહી કરવામાં આવશે.
ઓથોરિટીના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ સિસ્ટમ સમાપ્ત થઈ ગઈ છે. રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળની નવી સિસ્ટમ ૧ જુલાઈ, ૨૦૨૬ થી અમલમાં છે. તેનો ધ્યેય બાળકોને તેમની ધાર્મિક ઓળખ જાળવી રાખીને આધુનિક શિક્ષણના મુખ્ય પ્રવાહમાં એકીકૃત કરવાનો છે. જા કે, એવું જાવા મળ્યું છે કે રાજ્યમાં ઘણી મદરેસાઓ ન તો માન્યતા માંગી રહી છે કે ન તો તેના માટે અરજી કરી રહી છે.
તેમણે કહ્યું, રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગોને ગુણવત્તાયુક્ત, આધુનિક અને સંસ્કારી શિક્ષણ પૂરું પાડવાનો છે. આ કાર્યવાહી સંસ્થાઓ બંધ કરવાને બદલે સિસ્ટમમાં સુધારો કરવા અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા પર કેન્દ્રિત છે. તમામ મદરેસાએ નિર્ધારિત સમયમર્યાદામાં ધોરણો પૂર્ણ કરવા જાઈએ અને શિક્ષણ વિભાગ પાસેથી માન્યતા મેળવવી જાઈએ.









































