ખાંભા તાલુકાના આંબલિયાળા પ્રાથમિક શાળા માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન CET, CGMS, NMMS તથા PSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળાને વિશેષ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યો છે.આ સિદ્ધિ શાળા પરિવારની એકજૂટ મહેનત, નિષ્ઠા અને સહકારનું ઉત્તમ પરિણામ છે. આ સફળતામાં શાળાના પૂર્વ અને વર્તમાન શિક્ષકો, એસ.એમ.સી. કમિટી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગ્રામજનોનો અમૂલ્ય ફાળો રહ્યો છે.શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલી આંબલિયાળા પ્રાથમિક શાળાને સૌ કોઈ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય મળે તે માટે શાળા પરિવારે શિક્ષણની જ્યોત સતત પ્રજ્વલિત રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.