લીલીયા તાલુકાના ગોઢાવદરના ભરત વિંઝુડાના સાળા તથા ધારગણી ગામના દલિત આગેવાન સ્વ. ગોવિંદભાઈ ખોડાભાઈ બગડાનું તા. ૦૧/૦૯/૨૦૨૬ના રોજ અવસાન થતાં દલિત સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગોવિંદભાઈ સમાજના કામોમાં તેમજ પોતાના કુટુંબમાં હંમેશા મદદરૂપ થતા હતા. સમાજ પ્રત્યેની તેમની સેવા અને લાગણી બિરદાવવા લાયક હતી. રાતના હોકારા સમાન લોકોની મદદે ઊભા રહેતા ગોવિંદભાઈની લોકો પ્રત્યેની લાગણી આજે પણ સૌના હૃદયમાં જીવંત રહેશે.









































