કોડીનાર તાલુકાના વલાદર ગામના ગણાધાર વાડી વિસ્તારમાં કોડીનાર પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સોને ઝડપી પાડ્‌યા હતા. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી પોલીસે રૂ.૩૧,૫૬૦ રોકડા, ગંજીપાનાના ૫૨ પાના તથા રૂ.૨૦૦ની ઇલેક્ટ્રિક ર્ચાજિંગ બેટરી મળી કુલ રૂ.૩૧,૭૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તમામ શખ્સો ઇલેક્ટ્રિક બેટરીના અજવાળે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમતા હતા. આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી જુગારધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.