અમરેલીમાં જામીન પર મુક્ત થયેલા યુવક પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે સત્યદીપસિંહ પદુભા સરવૈયા (ઉ.વ.૩૮) એ ઉદય રાજેશ ઉર્ફે ગટો પંડ્યા તથા એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપી ઉદય પંડ્યાના પિતાના થયેલ ખુન બાબતે તેઓ હાઇકોર્ટમાંથી જામીન મુકત થયા હતા. જેનુ મનદુઃખ રાખી આરોપી ઉદય રાજેશ ઉર્ફે ગટો પંડ્યા તથા એક અજાણ્યા માણસ દ્વારા તેમને પાઇપ વડે વાંસાના ભાગે માર માર્યો હતો. તેઓ ભાગવા જતા પડી ગયેલ ત્યારે અજાણ્યા ઇસમે તેના બન્ને હાથ પકડી લીધા હતા અને ઉદય પંડયાએ છરી વડે જાનથી મારી નાખવાના ઈરાદે જમણા હાથ, કપાળ ઉપર તથા જમણી આંખ ઉપર છરી મારી દઈ ગંભીર ઈજાઓ પહોચાડી જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.








































