અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૭ જુલાઈના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યે લાઠી રોડ સ્થિત ITI અમરેલી ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું છે. ભરતીમેળામાં શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ તેમજ HDFC Life Insurance સહિતની કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની સીધી પસંદગી કરશે. ધોરણ-૧૦ પાસથી લઈને અનુસ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. ઉમેદવારોને ભરતીમેળા પહેલાં અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની અપીલ કરી છે.








































