ચલાલા ખાતે પોલીસ લાઇન પરિસરમાં દાનેવ પાર્ક અને ઈગલ પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત CCTV કેમેરા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, મહેશભાઈ મહેતા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, ઉપેન્દ્રભાઈ વાળા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રતન ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ. પ્રસંગે આસપાસના ગામોના સરપંચો, વિવિધ સામાજિક, શૈક્ષણિક તેમજ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિવેણી સંગમ માનવ મંદિરના જયસુખભાઈ, ગાયત્રી ધામના શીતલબેન મહેતા, વેપારી મંડળના હોદ્દેદારો સહિત વિવિધ સંસ્થાના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રોજેક્ટ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબુત બનાવશે તેમજ નાગરિકોને સુંદર જાહેર સ્થળની સુવિધા પુરી પાડશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.