અમરેલી જિલ્લામાં મેઘરાજાએ સતત બીજા દિવસે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. અમરેલી સહિત જિલ્લાના શહેરોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સવારથી ભારે બફારા બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે.







































