નર્મદા અને સુરત જિલ્લાની સરહદે જંગલ જમીન પર ખેતીના હક્કને લઈને વિવાદ વધુ વકર્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણાં નો આજે ત્રીજા દિવસ છે. ૩૦૦થી વધુ આદિવાસી ખેડૂતો આ આંદોલનમાં જાડાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.ખેડૂતોની માંગ છે કે સાગબારા વિસ્તારના આદિવાસીઓને જંગલની જમીન પર ખેતી કરવાનો હક્ક આપવામાં આવે. બીજી તરફ, વન વિભાગના અધિકારીઓ દ્વારા નિયમો અને ગ્રામસભાના ઠરાવના આધારે નિર્ણય લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે.સાગબારા વિસ્તાર અને ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ વચ્ચે જંગલ જમીન પર ખેતીના હક્કને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાનું જણાવાયું છે.સાગબારા વિસ્તારના ખેડૂતોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા તેમને જંગલ વિસ્તારમાં ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે.આ મુદ્દાના ઉકેલ અને ખેતી કરવાનો હક્ક મળે તેવી માંગ સાથે ખોપી ગામે ખેડૂતો ધરણાં પર બેઠા છે.આંદોલનમાં ૩૦૦થી વધુ ખેડૂતો જાડાયા હોવાનું જણાવાયું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન સહિતના આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં ધરણાં
ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને જંગલ જમીનના વિવાદને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓથી વાકેફ કર્યા હતા. મુખ્યમંત્રીએ આ મામલે વન મંત્રી સાથે ચર્ચા કરીને જરૂરી ઉકેલ લાવવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત સાંસદે રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી પ્રવીણ માળી સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.મનસુખ વસાવાએ અધિકારીઓને માત્ર સેટેલાઈટ નકશાના આધારે જ જમીન અંગે નિર્ણય ન લેવા રજૂઆત કરી છે. તેમણે સ્થળ પર જઈને વાસ્તવિક Âસ્થતિનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે.સાંસદે સવાલ ઉઠાવ્યો હતો કે જા સુરત જિલ્લાના કેટલાક ખેડૂતો આ જમીન પર ખેતી કરી રહ્યા છે, તો નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવાની મંજૂરી કેમ આપવામાં આવતી નથી?તેમણે બંને તાલુકા વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને સ્થળ પર વાસ્તવિક સ્થિતિની તપાસ બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.
સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, સાગબારા અને ઉમરપાડા તાલુકા વચ્ચેના સંબંધો સારા ન હોવાના કારણે વન સમિતિનો અભિપ્રાય મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.આથી માત્ર દસ્તાવેજી અથવા સેટેલાઈટ માહિતીના આધારે નિર્ણય લેવાને બદલે અધિકારીઓ સ્થળ પર જઈને જમીનની સ્થિતિ અને સ્થાનિક ખેડૂતોની હકીકત તપાસે તેવી માંગ કરવામાં આવી છે.ખેડૂતો દ્વારા હાલ ધરણાં ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય મળે અને જમીન પર ખેતીના હક્ક અંગે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે જા ૧૫ ઓગસ્ટ સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે, તો ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ ૧૫ ઓગસ્ટ પછી તેઓ ફરી આંદોલનમાં જાડાશે.હાલ ધરણાં સ્થળે ખેડૂતો દ્વારા દિવસ-રાત આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. હવે સરકાર અને વન વિભાગ દ્વારા આ વિવાદનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે છે અને ખેડૂતોની માંગ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.








































