ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત ડોક્ટરની નિમણૂક કરવાની માગણી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એક પત્ર દ્વારા આરોગ્ય મંત્રીને કરી હતી. આ પત્રમાં જણાવ્યું હતું કે, ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સ્થાનિક દાતા દ્વારા ખૂબ મોટી રકમનું દાન અને જરૂરી મેડિકલ સાધનોની સહાય કરવામાં આવી છે ત્યારે નિષ્ણાત ડાક્ટરોના અભાવે દર્દીઓને વિશેષ સારવાર મળતી નથી. ગત મહિને ત્રીસ હજારથી વધુ દર્દીઓની ઓપીડી હોસ્પિટલમાં નોંધાઇ હોવા અહીં એક બાળરોગ નિષ્ણાત ડોક્ટરની અત્યંત જરૂરિયાત છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી હોસ્પિટલની મોંઘીદાટ સારવારમાંથી મુક્તિ મળે તે આવશ્યક છે.