અમરેલીમાં અનુકંપા ફાઉન્ડેશન દ્વારા ‘ટુ વ્હીલર ફોર ટુ’ બાઈક રેલીનું આયોજનને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. અમરેલીમાં અનુકંપા ફાઉન્ડેશન દ્વારા ‘ટુ વ્હીલર ફોર ટુ’ નામનું અનોખું અભિયાન શરૂ કરવામા આવ્યું છે. બાઈકની ખાલી સીટ અન્યને ઓફર કરી સામાજિક સોહાર્દનો સંદેશ ફેલાવવા આ બાઈક રેલીનું આયોજન કરાયું છે. ૧૪ ઓગસ્ટના રોજ સમર્થ વ્યાયામ મંદિર પાસેથી નીકળી આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ રેલીને સંબોધિત કરશે અને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. ‘સન્ડે ઓન સાયકલ’ ના પ્રણેતા ડો. ભરત કાનાબાર દ્વારા આ અભિયાન રજૂ કરાયું છે. લીફ્ટ આપવી અને લીફ્ટ માગવી એ એક સાધારણ સામાજિક વ્યવહાર બને તેવો હેતુ છે. આ અભિયાનથી વાહનોની સંખ્યા, ટ્રાફિક, અકસ્માત અને પ્રદૂષણમાં ઘટાડો થશે. રેલીમાં ડોક્ટરો, વકીલો, વેપારીઓ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો જોડાશે. કાર્યક્રમમાં મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, દિલીપભાઈ સંઘાણી સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે.







































