અમરેલી જિલ્લામાં રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ, ચેસ અને કેરમ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ, રાષ્ટ્રનિર્માણ અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચેસ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ એકાગ્રતા, તર્કશક્તિ અને નિર્ણયક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જ્યારે કેરમ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલદિલી અને સ્પર્ધાત્મક ભાવના દર્શાવી હતી.આ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને બૌધ્ધિક ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શાળા-કોલેજોમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.







































