લાઠી તાલુકાના ભીંગરાડ ગામમાં શ્રાવણ માસ દરમિયાન ૭૨ વર્ષથી ધાર્મિક પરંપરા જળવાઈ રહી છે.સન ૧૯૫૪થી શ્રી સોમનાથ મહાદેવ ધૂન મંડળ દ્વારા શ્રાવણ માસમાં દરરોજ સાંજે એક કલાક ગામની મધ્યમાં આવેલા શિવ મંદિરે રામધૂન ગાવામાં આવે છે. ત્યારબાદ વહેલી સવારે ૪ વાગ્યે પ્રભાત ફેરી યોજાય છે. આ પ્રભાત ફેરીમાં ગામના અનેક ભાવિક ભક્તો ઉત્સાહપૂર્વક જોડાય છે. ખાસ વાત એ છે કે ઘણીવાર પ્રભાત ફેરી દરમિયાન ગાય અને કૂતરા જેવા અબોલ પશુઓ પણ
ભક્તોની સાથે જોડાઈને ગામમાં પરિક્રમા કરે છે.વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા આજે પણ ભીંગરાડ ગામની ધાર્મિક આસ્થા અને એકતાનું પ્રતીક બની રહી છે.