પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના બાદ, આજે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે વિધાનસભામાં પ્રવેશતા કહ્યું કે રાજ્યની તમામ સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત રહેશે.
“આગામી સોમવારથી, રાજ્યભરની બધી શાળાઓમાં ‘વંદે માતરમ’ પ્રાર્થના ગીત તરીકે રજૂ કરવામાં આવશે. હું આજે નબન્ના (સચિવાલય) જઈશ અને તેમને આ વિશે જાણ કરીશ,” સુવેન્દુ અધિકારીએ વિધાનસભા પરિસરમાં પત્રકારોને જણાવ્યું. શિક્ષણ નિયામક દ્વારા ૧૩ મેના રોજ સરકારી અને સહાયિત શાળાઓના વડાઓને મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વર્ગો શરૂ થાય તે પહેલાં સવારની સભામાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત બનાવવું જોઈએ, રાજ્યભરની બધી શાળાઓમાં તાત્કાલિક અસરથી બધા બાળકોએ તે ગાવું જોઈએ.
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પ્રતીકોના આદર સંબંધિત જોગવાઈઓને મજબૂત બનાવવા માટે પહેલ શરૂ કર્યાના થોડા સમય પછી આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧ માં સુધારાનો પ્રસ્તાવ મૂક્્યો છે, જેનાથી વંદે માતરમ ગાવામાં અવરોધ ઊભો થાય છે.
શાળા શિક્ષણ વિભાગના એક અધિકારીએ ગુરુવારે સંકેત આપ્યો હતો કે પ્રાથમિક સભામાં રાષ્ટ્રગીત ગાવામાં આવશે. તેમણે કહ્યું કે શાળાના અધિકારીઓને આ અમલીકરણના પુરાવા તરીકે વિડિઓ રેકો‹ડગ સહિત સમગ્ર કાર્યવાહીનું દસ્તાવેજીકરણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
પહેલાં, રાજ્યની શાળાઓ પરંપરાગત રીતે ફક્ત રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત રાષ્ટÙગીત “જન ગણ મન” ગાતી હતી. તાજેતરના વર્ષોમાં, અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકારે ૧૯૦૫માં બંગાળના ભાગલાના વિરોધમાં ટાગોર દ્વારા લખાયેલ ગીત “બંગલાર માટી બાંગલાર જલ” ને રાજ્ય ગીત તરીકે રજૂ કર્યું હતું. આ યાદીમાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત “વંદે માતરમ” નો ઉમેરો અને રાજ્યની શાળાઓમાં તેનું ફરજિયાત ગાન થવાથી શિક્ષકોના એક વર્ગમાં સવારની સભાના મર્યાદિત સમયની અંદર આ બધા ગીતો ગાવાના સમયગાળા અને ક્રમ અંગે પ્રશ્નો ઉભા થયા છે.










































