ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે ગુજરાત સરકારની ૧૯૬૨ પશુચિકિત્સા ઇમરજન્સી સેવાની ત્વરિત કામગીરીથી એક ગંભીર રીતે બીમાર ગૌમાતાનો સમયસર સારવાર દ્વારા જીવ બચાવવામાં સફળતા મળી હતી. આ ઘટના ગ્રામ્ય વિસ્તારોમાં પશુચિકિત્સા સેવાઓના મહત્વને ઉજાગર કરતી સાબિત થઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગોપાલગ્રામમાં એક ગૌમાતા અચાનક અસ્વસ્થ બની ગઈ હતી. ગૌમાતાની સ્થિતિ ગંભીર જણાતા સ્થાનિક ગૌરક્ષકે તરત જ ૧૯૬૨ પશુચિકિત્સા ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. જાણ મળતાં જ સેવાની ટીમ જરૂરી તબીબી સાધનો અને સેવા વાહન સાથે સ્થળ પર દોડી આવી હતી. તપાસ બાદ જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવી હતી.










































