ચલાલામાં એક મહિલાએ બીમારીથી કંટાળીને એસિડ પી લીધું હતું. આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલાને ડાયાબિટીસની દવા ચાલુ હતી અને તે પોતાની આ બીમારીથી કંટાળી ગઈ હતી. જેથી તેણે પોતાના ઘરે બાથરૂમમાં રાખેલું એસિડ પી લીધું હતું. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ ખોડાભાઇ બગડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.