ગીર સોમનાથના ઉનામાં આગામી રવિવારે (૧૪/૦૬) સવારે ૧૦ થી ૨ વાગ્યા દરમિયાન ‘શુભમ બાગ’ ખાતે ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા આયોજિત આ કેમ્પમાં કિડની, આંખ, હૃદય, ડાયાબિટીસ, હાડકાં, સ્ત્રીરોગ, ચામડી, બાળરોગ અને દાંત સહિતના વિવિધ વિભાગોના ૧૨ નિષ્ણાંત ડોક્ટરો દર્દીઓને ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડશે.
આ કેમ્પ અંતર્ગત રિલીફ લેબોરેટરી દ્વારા તમામ જરૂરી ટેસ્ટ તદ્દન રાહત દરે કરી આપવામાં આવશે અને દર્દીઓને દવાઓ પર ૪૦% સુધીનું મોટું ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર રહેશે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ દર્દીઓને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા માટે ડોક્ટર ટી.બી. ભારથી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.