કેન્દ્રીયમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ ગઢડા તાલુકાના ઢસા વિસ્તારની મુલાકાત દરમ્યાન નિર્દોષાનંદજી હોસ્પિટલ, ટીંબીના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરાના ઘેર શુભેચ્છા મુલાકાત લીધી, જ્યાં તેમનું ઉષ્માભર્યું સન્માન કરાયું હતું. હોસ્પિટલના નિઃશુલ્ક સેવાકાર્યોથી પ્રભાવિત થઈ મંત્રીએ રૂ. ૩૦ લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપી હતી. ટ્રસ્ટીએ હોસ્પિટલ માટે કાયમી પાણીની યોજના અને મહારાજને “પદ્મવિભૂષણ” આપવા દરખાસ્ત કરવા રજૂઆત કરી હતી.આ પ્રસંગે ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ વિરાણી તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










































