રાજય સરકારના ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના જન્મ દિવસ નિમિત્તે અમૃતનગર ખાતે નીરજા મેડિકલ એજન્સીના રવિભાઈ પંડ્યા તેમજ કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૌશિકભાઈ વેકરિયા, પિન્ટુભાઈ કુરુંદલે, વિજયભાઈ ચોટલિયા, મેહુલભાઈ ધોરાજીયા, સંદીપભાઈ માંગરોલીયા, દિલાભાઈ વાળા અને વિદુર ડાબાસરા સહિત ભાજપની ટીમે ઉપસ્થિત રહીને “પેશન્ટ કેર ઇક્વિપમેન્ટ” સેવા કાર્યોની શરૂઆત કરાવી હતી.આ અનોખા પ્રયાસ અંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓ માટે રીહેબિલિટેશન સાધનો, વ્હીલચેર, ટોયલેટ ખુરશી, મેડિકલ લાકડી, સેક્શન મશીન, પલંગ, પાણીવાળા ગાદલા અને નેબ્યુલાઈઝર જેવા વિવિધ તબીબી સાધનો વિનામૂલ્યે આપવાની જાહેરાત કરાઈ હતી. દર્દી સાજા થયા બાદ મેડિકલ સાધનો પરત કરવાના રહેશે તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.










































