ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જાવા મળી શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ સિસ્ટમની અસરના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાનની આગાહી મુજબ ૨૧ જૂનથી ૨૫ જૂન દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જાકે વરસાદ છતાં તાપમાનમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે અને મહત્તમ તાપમાન ૩૬થી ૪૦ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સાયક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફની અસરના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી પ્રવૃત્તિ જાવા મળી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે.
આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના હવામાન પર સૌની નજર રહેશે, ખાસ કરીને ખેડૂતો, માછીમારો અને પ્રવાસીઓ માટે આ આગાહી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.