તમિલનાડુની નવી સરકારે રાજ્યની આર્થિક પરિસ્થિતિ પર ‘શ્વેતપત્ર’ બહાર પાડ્યું છે. મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની આ નવી સરકારના નાણામંત્રી એન. મેરી વિલ્સને જણાવ્યું હતું કે રાજ્ય હાલમાં મોટા દેવાના સંકટનો સામનો કરી રહ્યું છે. અહેવાલ મુજબ, તમિલનાડુમાં જન્મેલા દરેક બાળક પર હવે સરેરાશ ૧.૨૮ લાખનું દેવું છે.
આ અહેવાલ પાછલી એમ.કે. સ્ટાલિન સરકારની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે. અહેવાલ મુજબ, રાજ્યનું દેવું, જે પાંચ વર્ષ પહેલાં આશરે ૪.૮ લાખ કરોડ હતું, તે હવે વધીને લગભગ ૧૦ લાખ કરોડ થઈ ગયું છે. જા અન્ય તમામ સરકારી લોન, મોટા અને નાના, અને ગેરંટીઓને સામેલ કરવામાં આવે તો, રાજ્ય પર કુલ બોજ ૧૩.૧૮ લાખ કરોડ થાય છે.
ચિંતા વ્યક્ત કરતા, નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા ૫ વર્ષમાં, સરકારે પાછલા ૬૦ વર્ષમાં લીધેલા ઉધાર કરતાં વધુ ઉધાર લીધું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ નાણાંનો ઉપયોગ વિકાસ કાર્ય અથવા રસ્તાઓ, હોસ્પિટલો અને શાળાઓ જેવા નવા માળખાગત બાંધકામને બદલે દૈનિક સરકારી ખર્ચને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો હતો.
સરકારી તિજારીની સ્થિતિ સરકાર જે ૧ કમાય છે તેમાંથી ૨૨.૮ પૈસા ફક્ત જૂના દેવા પર વ્યાજ ચૂકવવા માટે જાય છે.
રાજ્યની ખાધ ૪૬,૫૩૮ કરોડથી વધીને ૭૮,૩૨૪ કરોડ થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે આવક ઘટી રહી છે અને ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.કરવેરા આવકમાં માત્ર ૫.૪૫%નો વધારો થયો છે, જે રાજ્યના વધતા ખર્ચની તુલનામાં ખૂબ જ ઓછો છે. અન્ય રાજ્યો સાથે સરખામણી રાજ્ય દેવાની ટકાવારી જોઇએ તો ગુજરાત ૧૭.૬%,મહારાષ્ટ્ર ૧૯.૭%,કર્ણાટક ૨૩.૪%,તમિલનાડુ ૨૮.૩% ગયા મહિને મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી વિજયન સરકારે લીધેલું આ પહેલું મોટું પગલું છે. જોકે, રિપોર્ટ જાહેર થાય તે પહેલાં જ,ડીએમકે વડા એમ.કે. સ્ટાલિને આ આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે તમિલનાડુનું દેવું નિર્ધારિત મર્યાદામાં છે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્ય પાસે ભંડોળની કોઈ અછત નથી; ફક્ત સરકારને યોગ્ય રીતે ચલાવવાનો ઈરાદો હોવો જોઈએ. હાલમાં, આ નવા રિપોર્ટના પ્રકાશન પછી ડ્ઢસ્દ્ભ તરફથી કોઈ નવું નિવેદન આવ્યું નથી.