જ્યાં જમીન સાથે મળી જાય તેટલો વરસાદ હોય તોજ વાવેતર કરવું.
• જ્યાં અધકચરો અથવા ઓછો વરસાદ હોય ત્યાં વાવેતર કરવું નહિ.
• કોરામાં કોઈ પાકનું વાવેતર કરવું નહિ.
• પાકનું જોખમ ઘટાડવા આંતરપાક પધ્ધતિ અપનાવો.
• વાવેતર માટે બિયારણ તૈયાર રાખો.
• શક્ય હોય તો બિયારણનો ઉગાવો વાવેતર અગાઉ પ્રમાણ જોઈ લેવું. જેથી વાવેતેર નિષ્ફળ ન જાય.
મગફળી:
• મગફળી એ સૂકી ખેતીનો અને તે પણ અનિયમિત વરસાદવાળા વાતાવરણનો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકશાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પધ્ધતિ અપનાવવી.બીજ
બીજ માવજતઃ
• ઘણા વરસોથી એક જ જમીનમાં દર વધારે મગફળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખયા ઘટી જવાથી ઉત્પાદન ઓછુ મળે છે. એટલા માટે આવા રોગોથી કુમળા છોડનું રક્ષાણ કરવા માટે બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બિયારણ દીઠ ૧ ગ્રામ ટેબુકોનાઝોલ અથવા પ ગ્રામ સ્યુડોમોનાસ ફલુરોસન્સ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું. આ ઉપરાંત ૧ કિ.ગ્રા. બિયારણ દીઠ૧પ મીલી રાઈઝોબીયમ કલ્ચરની બીજ માવજત આપી વાવેતર કરવું. ઘૈણના નિયંત્રણ માટે પ્રતિ૧કી.ગ્રા.બીજ દીઠ ર૦-રપ મીલી કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા કવીનાલફોસ રપ ઈસીનો પટ આપી વાવેતર કરવું.બીજ માવજત કરવા સીડ ડ્રેસીંગ ડ્રમનો ઉપયોગ કરવો જોઈએ.
• મધ્ય ગુજરાતમાં કલોરોથેલોનીલ દવાનું ૦.૦૩ ટકા ર્દ્રાવણ બીજને છાંટવું. ખાસ કરીને જમીન નવી હોય અથવા ડાંગર પછીની પડતર હોય ત્યાં ગ્રેન્યુલેટેડ રાઈઝોબીયમ કલ્ચરની માવજત બીજને આપવી. સુકારા માટે ટેબુકોનાઝોલ ૦.૦૩ ટકાનું ર્દ્રાવણ બીજને છાંટવુ અથવા થાયરમ કે કેપ્ટાન માંહેની એક દવા ૩ ગ્રામ મુજબ લઈ ૧ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવો.
• ખાસ કરીને બીજ માવજત આપતી વખતે પ્રથમ ફુગનાશક ત્યારબાદ જંતુનાશક અને છેલ્લે રાઈઝોબેકટરીયા એટલે કે જૈવિક ખાતરનો પટ આપવો.
તલ:લના પાકમાં રાસાયણીક ખાતર રપ-રપ-૪૦ (પ૪ કિલોગ્રામ ડીએપી, ૭૬ કિલોગ્રામ એમોનીયમ સલ્ફેટ અને ૬૭ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ) તથા ૧પ કિલો સલ્ફર (૧૦૦ કિ.ગ્રા. જીપ્સમ) પ્રતિ હેકટર વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું. આ ઉપરાંત ૧૫ કિલો ગંધકલ જીપ્સમ કે સીંગલ સુપર ફોસ્ફેટ આપવું ઈ વાવણી પછી ૩૦ અને ૪પ દિવસે વરસાદ થયે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે રપ કિલોગ્રામ નાઈટ્રોજન (પ૪ કિલોગ્રામ યુરીયા) પ્રતિ હેકટર ખાતર તરીકે આપવું.
• મૂળખાઈ તથા સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હારજીયાનમનો બીજને પટ આપવો.
• તલ ગુજરાત-૧,૨,૪,૫ જીજેટી-પ, ૬ (સફેદ) અથવા ગુજરાત તાલ-૧૦ (કાળા)નું વાવેતર કરવું. આંતરપાક પધ્ધતિમાં એક હાર તુવેર વચ્ચે બે હાર તલનું વાવેતર કરવું.
• એક હેક્ટરના વાવેતર માટે ૨.૫ થી ૩ કિ.ગ્રા. બીજ પુરતુ છે. એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપવું.
બાજરીઃ
• મોડી પાકતીઃ જીએચબી-પપ૮, ૭૩ર, મધ્યમ પાકતીઃ જીએચબી-૭૪૪, ૯૦પ,
• વહેલી પાકતીઃ જીએચબી-પ૩૮, ૭૧૯, ૭પ૭
• ખાતરઃહેકટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ
જુવારઃ
• સ્થાનિક જાતો: બીપી-૫૩, માલવણ, ગુંદરી, સોલાપુરી, છાંસટીયો વિગેરે.
• સુધારેલી જાતો: જીજે–૩૬, જીજે–૩૮, જીજે–૩૯, જીજે–૪૦, જીજે–૪૧, જીજે – ૪૨, જી.જે.૪૪
• સંકર જાતો:જીએચએચ-૧, સીએસએચ-૫, સીએસએચ-૧૬, સીએસએચ-૧૭, સીએસએચ-૧૮
• ખાતરઃદાણા માટે: કુલ ૮૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટર
• ખાતરઃઘાસચારાની જુવાર માટે: ૪૦-૪૦-૦૦ એન.પી.કે./ હેકટરમગ: ગુજરાત મગ-૨,૩,૪,૫,૬.૧૦ અથવા કે.૮૫૧ નું વાવેતર કરવું. રીઈઝોબીયમ કલ્ચરનો પટ્ટ આપવો ૯૦ કિલો/હે. ડીએપી આપવું.
અડદ : ટી -૯,જી.યુ.-૩(અંજની), ગુજરાત અડદ -૧,૨,૪ અથવા ટીપીયુ- ૪, નું વાવેતર કરવું.
નાગલી: ગુ. નાગલી-૧,૨,૩,૪ અથવાજીએનએન-૭ , જી.એન.-૪ જાતનું વાવેતર કરવું.
વરિયાળી:
• વરિયાળીની સુધારેલી જાતો ગુજરાત વરિયાળી – ૧ અને ગુજરાત વરિયાળી – ૨ ના પ્રમાણિત બીજનો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ જેની ખાસિયતો કોઠામાં દર્શાવેલ છે.
શાકભાજી:
• જીજેઓએચ-૨,૩,૪ પરભણી ક્રાંતિ, હિસ્સાર, ગુ.હાઈ.ભીંડા-૧, ગુ.ભીંડા-૨ જીઓ-૩, જીએઓ-૫ ભીંડાનું વાવેતર કરવું.
• જી.જે.એસ.જી-૨ ગલકાનું વાવેતર કરવું.
• દક્ષીણ ગુજરાત માટે સુરતી રવૈયા ગુલાબી, તેમજ અન્ય વિસ્તાર માટે પીએલઆર -૧, જીજેબી-૨, પૂસાહાઇબ્રીડ-૫,૬,ગુ.આણદ લંબગોળ–ગુ.લાંબા રીંગણ-૧ ગુ.જૂનાગઢ રીંગણા–૨ માંથી કોઈપણ એક જાતનું રીંગણા નું વાવેતર કરવું.
• ચોમાસું ડુંગળીના વાવેતર માટે નાસિક-૫૩, ભીમા સુપર,તળાજા લાલ, જૂ.લાલ ડુંગળી, પુસારેડ, ડાર્ક રેડ,ભીમા રાજ અને અર્કા કલ્યાણ તેમજ હાઈબ્રીડ જાતોમા બીઈજો શીતલ , સેમનીશ સનસીડનુંવાવેતર કરવું.
• ચોમાસું ડુંગળી માટે રાસાયણિક ખાતર ૭૫-૫૦-૨૫ એન.પી.કે. આપવું. સુકારા માટે ટ્રાઈકોર્ડ હારજીયાનમ વાપરવું.
ટ્રાઇકોડર્માં ફૂગનો ઉપયોગ શેનાં માટે થાય છે?
પાકમાં મળતાં વિવિધ પ્રકારના રોગો જેવા કે બીજનો સડો, સુકારો, મૂળનો કોહવારો વગેરેનાં નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા નામની ફૂગ ઉપયોગી થાય છે.
વપરાશ માટે નો માપદંડ બીજ માવજત માટે પાવડર ૪ થી ૫ ગ્રામ / કિલો બીજ અને પ્રવાહી પ થી ૧૦ મિલી/ કિલો બીજ લેખે ઉપયોગ કરવો જોઇએ.
પાવડર સ્વરૂપે એક કિલોગ્રામ ખોળ કે સેન્દ્રીય ખાતરમાં પ ગ્રામનાં માપ મુજબ ‘‘ટ્રાઈકોડમાં ફૂગ રોગકારક ફૂગનું નિયંત્રણ કેવી રીતે કરે છે ?’’
ટ્રાઇકોડમાં એ રોગકારક ફૂગની ઉપર પરોપજીવી તરીકે પોતાની કવચજાળ પાથરી તેમાંથી કોષરસ ચુસીને રોગકારક ફૂગનું નિયંત્રણ કરે છે. ટ્રાઇકોડર્માં ફૂગ એ જમીનમાં વિવિધ પ્રકારની એન્ટીબાયોટીક છોડીને રોગકારક ફૂગની કોષ દિવાલને તોડીને તેનું નિયંત્રણ કરે છે. ટ્રાઇકોડર્માં ફૂગ રોગકારકોની સાથે ખોરાક માટે હરીફાઇ કરીને તેને કાબુમાં રાખે છે. ટ્રાઇકોડમાં જમીનમાં વિવિધ પ્રકારના રસાયણો છોડ છે જેથી છોડની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. અને પોષક તત્વોની લભ્યતા વધારે છે. ટ્રાઇકોડમાં ફૂગ રોગકારક ફૂગના બીજાણુંને ઉગતા અટકાવે છે.
ટ્રાઈકોડમાં ફૂગની કઈ પ્રજાતિ ઉપયોગી છે? ટ્રાઇકોડમાં ફૂગની અંદાજે ૮૯ પ્રજાતિઓ છે, જે પૈકીની અમુક પ્રજાતિઓ જેવીકે ટ્રાઇકોડમાં વીરડી, ટ્રાઇકોડમાં હારજીયાનમ, ટ્રાઇકોડમાં વાઈરેન્સ, ટ્રાઇકોડમાં હેમેટમ, ટ્રાઇકોડમાં કોની-ગી, ટ્રાઇકોડમાં પોલીસ્પોરમ, ટ્રાઇકોડમાં એટ્રોવીરડી, ટ્રાઇકોડમાં લો-જીબ્રેકીયેટમ, ટ્રાઇકોડમાં સ્વયુડોકોની ગી, ટ્રાઇકોડમાં ફેસીક્યુલેટમ, ટ્રાઇકોમાં રેઇસી ઉપયોગી છે. જેમાંથી ટ્રાઇકોડમાં વીરીડી અને ટ્રાઇકોડમાં હારજીયાનમ સૌથી વધારે ઉપયોગી છે. ટ્રાઈકોડમાંના ફાયદાઓઃ-
• ટ્રાઇકોડમાં આપવાથી છોડની વૃધ્ધિ, વિકાસ અને ઉત્પાદન વધે છે. ટ્રાઇકોડર્માં બીજમાવજત તરીકે આપવાથી બીજનો ઉગારો સારો થાય છે.
• રાસાયણિક ફૂગનાશકોની સરખામણીમાં વધુ સસ્તુ પડે છે. પર્યાવરણ માટે સલામત છે. તેના ઉપયોગથી
• જમીન, જળ અને હવામાં પ્રદૂષણ થતું નથી. ટ્રાઇકોડર્માંની પાક ઉપરકોઇ પ્રતિકૂળ અસર થતી નથી.
• ટ્રાઇકોડમાં આપવાથી છોડના ઊંડા મૂળની સંખ્યામાં વધારો થાય છે. જેથી છોડ પાણીની ખેંચ સામે ટકી શકે છે.
• ટ્રાઇકોડમાં આપવાથી જમીનજન્ય રોગોનું લાંબા સમય સુધી નિયંત્રણ કરી શકાય છે.
• ટ્રાઇકોડમાં એક કરતાં વધારે જમીનજન્ય ફૂગનું નિયંત્રણ કરે છે.
• ટ્રાઇકોડમાં જમીનમાં રહેલાં અર્ધ સડેલા કચરો, પાન, દેશી ખાતરને ઝડપથી સેડવી ખાતરમાં ફેરવે છે.
• ટ્રાઇકોડમાં જમીનમાં રહેલાં અલભ્ય પોષકતત્વોને લભય સ્વરૂપમાં ફેરવી છોડને આપે છે.
• ટ્રાઇકોડમાંની માનવ સ્વાસ્થય ઉપર કોઇ આડ અસર થતી નથી.
• ટ્રાઇકોડમાં સામે રોગકારક ફૂગ પ્રતિકારક શક્તિ ઉભી કરી શકતી નથી.
• ટ્રાઇકોડમાં આપવાથી ફળ પાકોના ઉત્પાદન અને સ્વાદમાં વૃધ્ધિ થાય છે.
• ટ્રાઇકોડમાં જમીન રહેલા લાભકારક જીવાણુની સંખ્યામાં વધારો કરે છે
ટીસ્યુકલ્ચરની અગત્યતા અને ખેતીમાં ફાયદાઓઃ
• બિયારણની સ્ફુરણશકિત ઓછી હોય, બીજ ઉત્પન્ન થતુ ન હોય તેવા પાકો માટે ઝડપી વૃધ્ધિ માટે ખૂબજ ઉપયોગી
• લુપ્ત થતી ઔષધીય વનસ્પતિનુ સંરક્ષણ કરી શકાય છે.
• સૌથી અગત્યની બાબત એ છે કે પાકના છોડ/રોપાઓ વર્ષ દરમ્યાન ગમે ત્યારે મેળવી શકાય છે.
• ટીસ્યુકલ્ચરથી તૈયાર થયેલા રોપાના વાવેતરથી વધારે ઉત્પાદન મળે છે કારણકે આ રોપાઓ સંપૂર્ણ રોગમુકત હોવાથી તેની વૃધ્ધિ ખુબ જ સારી થતી હોય પાકમાં આશરે ર૦ થી રપ % જેટલુ વધારે ઉત્પાદન મળે છે.
• બાગાયતી પાકોમાં પસંદગીના છોડ /
વૃક્ષનું ખૂબજ ઝડપી વર્ધન કરી મૂળ માતૃછોડ જેવા જ ગુણધર્મો ધરાવતા અસંખ્ય છોડ મોટા પાયે તૈયાર કરી રોપણી માટે આપી શકાય છે. દા.ત. કેળા, શેરડી
• બાગાયતી પાકોમાં પસંદગીના છોડ /
વૃક્ષનું ખૂબજ ઝડપી વર્ધન કરી મૂળ માતૃછોડ જેવા જ ગુણધર્મો ધરાવતા અસંખ્ય છોડ મોટા પાયે તૈયાર કરી રોપણી માટે આપી શકાય છે. દા.ત. કેળા, શેરડી
• ટીસ્યુકલ્ચરથી તૈયાર થયેલા રોપાની કિંમત ઉંચી શા માટે હોય છે કારણકે પ્રયોગશાળાનો સ્થાપનનો ખર્ચ તેમજ તેની નિભાવણી ખર્ચ (શુધ્ધ પાણી, ઈલે.બીલ, કિંમતી રસાયણો, વૃધ્ધિ નિયંત્રકો વગેરે) ચીલા ચાલુ પધ્ધતિ કરતા વધુ હોવાને કારણે આ રોપાની કિંમત વધુ હોય છે. આ રોપા પ્રયોગશાળામાં નિયંત્રીત વાતાવરણમાં થાય છે.
• જનીન વિધા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા ટીસ્યુકલ્ચર પધ્ધતિથી કેળાના રોપાનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામા આવે છે.
• ટીસ્યુકલ્ચર પધ્ધતિથી ખેડૂતોને તંદુરસ્ત રોગમુકત અને વધુ ઉત્પાદન અને ઉંચી ગુણવત્તા ધરાવતી જાતોના રોપા મળે
• રોગ-જીવાત તેમજ અન્ય જૈવિક તેમજ બીન જૈવિક પરિબળો સામે ટકે તેવી જાતો વિકસાવી શકાય છે.
• વધુ પોષકતત્વો ધરાવતી જાતો જેવીકે, સ્વીટ કોર્ન (મકાઈ) અને વધુ વીટામીન ધરાવતી ગોલ્ડન રાઈસ ( ચોખા) મેળવી શકાય છે.
• જીવરસક સંકરણ કરી દૈહિક સંકર છોડ મેળવી શકાય છે.
• વિવિધ પાકોમાં ભિન્નતા ઉત્પન્ન કરી સારા ગુણધર્મો ધરાવતી જાતો વિકસાવી શકાય છે.
• વધારે જનીનીક ભિન્નતા ધરાવતી જાતો વચ્ચેના સંકરણ દરમ્યાન ભ્રુણનો વિકાસ કરી સંકર છોડ મેળવવા માટે ભ્રુણ કલ્ચરનો ઉપયોગ કરી શકાય છે.
પાકમાં રાસાયણિક ખાતરનો જથ્થો નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. • ૧) સામાન્ય રીતે ટુંકા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો ઓછો જથ્થો જોઈએ, જયારે લાંબા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો વધુ જથ્થો જોઈએ. દા.ત. ડાંગરની વહેલી, મધ્યમ મોડી અને મોડી પાકતી જાતો માટે અનુક્રમે ૮૦, ૧૦૦ અને ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની ભલામણ કરવામાં આવે છે.
• પાક અને તેની જાતઃ પોષક તત્વોની જરૂરિયાતનો મોટો આધાર પાક અને તેની જાત ઉપર રહે છે. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનની જરૂરિયાત ઓછી અને ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય છે. જયારે ધાન્ય વર્ગના પાકોમાં નાઈટ્રોનની જરૂરિયાત વધુ હોય છે. લાંબા ગાળાના અખતરીઓના પરિણામો ઉપરથી એ સ્પષ્ટ થયું છે કે કપાસમાં ફોસ્ફરસની જરૂરિયાત અન્ય પોષક તત્વો અને પાકોની તુલનાએ ઘણી ઓછી છે. આવુ જાત બાબતમાં પણ છે. કપાસની સંકર જાતોની નાઈટ્રોજનની જરૂરિયાત દેશી જાતો કરતાં ઘણી વધારે છે. જયારે બી.ટી. જાતોની નાઈટ્રોજનની માંગ સંકર જાતો કરતાં પણ વધારે છે. તેજ રીતે મકાઈની સંકર જાતો માટે ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની છે. જયારે સ્થાનિક જાતો માટે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રા ેજન પૂરતો છે. • ર) જમીનમાં લભ્ય પોષકતત્વોનું પ્રમાણઃ જમીનમાં રાસાયણિક પૃથ્થકરણના આધારે જમીનમાં લભ્ય પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. જે તે જમીનમાં પોષક તત્વોની લભ્યતા ઓછી, મધ્યમ કે વધારે નકકી કર્યા બાદ જ ખૂટતાં પોષક તત્વોનો જથ્થો અનુકૂળ સ્ત્રોતથી આપવાનો થાય. જમીનમાં પોષક તત્વોની લભ્યતા જમીનમાં ભેજનું પ્રમાણ, જમીનનો અમ્લતા આંક અને જમીનમાં ક્ષારનું પ્રમાણ પર આધારીત છે.
• ૩) આગલા-પાછલા/આંતરપાકની પસંદગીઃ જો આગલા કે આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકની પસંદગી કરી હોય તો નાઈટ્રોજનયુકત ખાતરો ઓછા પ્રમાણમાં જોઈશે, પરંતુ અગાઉ જુવાર, મકાઈ કે ઘાસચારા જેવા પાકની પસંદગી કરેલ હોય તો તે પછીના પાકમાં ખાતરનું પ્રમાણ વધારે રાખવું પડે.
• ૪) પોષકતત્વોના પ્રકારઃ સામાન્ય રીતે મુખ્ય પોષક તત્વોનો જથ્થો વધારે અને સુક્ષમ તત્વોનો જથ્થો ઘણો ઓછો હોય છે. જમીન ચકાસણી અહેવાલના આધારે ખુટતાં પોષક તત્વો આપવા જોઈએ.