સતત ચાર દિવસથી ઘટી રહેલું સ્થાનિક શેરબજાર આજે સ્થગિત થઈ ગયું. મંગળવારે, સ્થાનિક શેરબજાર લગભગ ૦.૫૦ ટકાના વધારા સાથે લીલા રંગમાં બંધ થયું. સપ્તાહના બીજા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૩૮૨.૫૦ પોઈન્ટ (૦.૫૨%) વધીને ૭૪,૬૪૯.૮૪ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૧૦૦.૯૫ પોઈન્ટ (૦.૪૩%) વધીને ૨૩,૪૮૩.૫૫ પર બંધ થયો. મંગળવારે બજાર ઘટાડા પછી લાલ રંગમાં ખુલ્યું હોવા છતાં, આઇટી શેરોમાં તીવ્ર વધારો જાવા મળ્યો.
મંગળવારે, સેન્સેક્સના ૩૦ માંથી ૨૦ શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીના ૧૦ લાલ રંગમાં બંધ થયા. દરમિયાન, નિફ્ટી ૫૦ ના ૫૦ માંથી ૩૪ શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીના ૧૬ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા ગ્રુપની આઇટી કંપની ટીસીએસના શેર આજે સૌથી વધુ ૬.૫૩ ટકાના વધારા સાથે બંધ થયા. જ્યારે એનટીપીસીના શેર સૌથી વધુ ૨.૮૯ ટકા ઘટ્યા.
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ઇન્ફોસિસના શેર ૫.૬૬ ટકા, એચસીએલ ટેક ૪.૦૮ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૮૪ ટકા, ટેક મહિન્દ્રા ૧.૭૬ ટકા, ટાઇટન ૧.૩૪ ટકા,આઇટીસી ૧.૨૩ ટકા, ઇટરનલ ૧.૧૧ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૧.૧૦ ટકા, ટ્રેન્ટ ૧.૦૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૯૩ ટકા,એચડીએફસી બેંક ૦.૮૧ ટકા, મારુતિ સુઝુકી ૦.૭૪ ટકા, ઈન્ડિગો ૦.૬૦ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૫૬ ટકા,બીઇએલ ૦.૪૪ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૩૮ ટકા,એસબીઆઇ ૦.૩૫ ટકા, ભારતી એરટેલ ૦.૧૯ ટકા અને ટાટા સ્ટીલ ૦.૦૫ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, એક્સીસ બેંકના શેર ૧.૭૪ ટકા, પાવર ગ્રીડ ૧.૩૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેંકના શેર ૧.૦૬ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૯૧ ટકા, બજાજ ફિનસર્વ ૦.૭૯ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૯ ટકા, સન ફાર્મા ૦.૪૯ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૪ ટકા અને એલ એન્ડ ટીના શેર ૦.૧૯ ટકા ઘટ્યા હતા.