વિરાટ અને અનુષ્કાએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી. બંનેએ પ્રેમાનંદ મહારાજના રાધા કેલી કુંજ આશ્રમની મુલાકાત લીધી અને તેમના આશીર્વાદ મેળવ્યા. હવે, અનુષ્કા અને વિરાટના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં, વિરાટ અને અનુષ્કા આધ્યાત્મિક ગુરુને મળ્યા પછી આશ્રમ છોડીને જતા જાવા મળે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વારંવાર વૃંદાવનની મુલાકાત લે છે અને પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ લે છે. આ દંપતી ઘણીવાર તેમના જીવનમાં આધ્યાત્મિકતાના મહત્વ વિશે વાત કરે છે અને ઘણા ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડામાં સાથે જાવા મળ્યા છે.
આરસીબીના સતત બીજા આઈપીએલ ખિતાબ જીત્યા બાદ, અનુષ્કાએ મેદાન પર અને બહાર બંને જગ્યાએ ઉજવણી કરી. આમાં સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ અને ડાન્સ વીડિયોનો સમાવેશ થાય છે. આરસીબીએ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટથી હરાવીને સતત બીજી ટ્રોફી જીતી.