મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજના અંગે એક મોટો ખુલાસો થયો છે. તપાસ બાદ જાણવા મળ્યું છે કે પુરુષો પણ લાડકી બહેન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. યોજનાનો લાભ મેળવવા માટે ૧૬,૦૦૦ પુરુષોએ મહિલા તરીકે અરજી કરી હતી. આ યોજનામાં ૨૧ વર્ષથી ઓછી ઉંમરની ૭૪,૦૦૦ મહિલાઓ છે. બે લાખ મહિલાઓ ૬૫ વર્ષથી વધુ ઉંમરની છે. ૧૦ લાખ મહિલાઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી વધુ છે અથવા તેઓ આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે. ૪.૫ લાખ મહિલાઓએ પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોવાનો અહેવાલ આપ્યો છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે યોજનાનો લાભ લેનારી બે લાખ મહિલાઓ પાસે ફોર-વ્હીલર છે. ૬.૨ લાખ મહિલાઓએ પાંચ મહિનાની તક આપવા છતાં તેમનું ઇ કેવાયસી પૂર્ણ કર્યું નથી.ઇ કેવાયસી ની સમયમર્યાદા ત્રણ વખત લંબાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે આવા તમામ લાભાર્થીઓને લડકી બહેન યોજનામાંથી બાકાત રાખી છે. હાલમાં, સમગ્ર મહારાષ્ટ્રમાં ૧.૬૦ કરોડ મહિલાઓ લડકી બહેન યોજનાનો લાભ લઈ રહી છે.