શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ, સાવરકુંડલા ખાતે આચાર્ય ચાવડાના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ૪૫ વિદ્યાર્થીનીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી, જેમાં પ્રિન્સિપાલ તરીકે તેજલ બારૈયા અને વાઈસ પ્રિન્સિપાલ તરીકે જાદવ મહેકે જવાબદારી સંભાળી હતી. આચાર્યશ્રીએ શિક્ષકની ફરજો વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમનું સંચાલન ચૌહાણ રાબિયા અને તાહેરાએ, જ્યારે આયોજન પ્રા. કે.બી. પટેલ અને ડો. કે.પી. વાળાએ કર્યું હતું. અંતે જાદવ મહેકે આભારવિધિ કરી હતી. સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.








































