લીલીયા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ૨૧ ઓગસ્ટે ઇનોવેશન ક્લબ અને SSIPના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જાફરાબાદ કોલેજના આચાર્ય પ્રો. ડો. વિરલકુમાર શીલુએ તજજ્ઞ વક્તા તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ સેશનમાં ‘ભારતના યુવાનો માટે ઉદ્યોગ સાહસિકતાનું મહત્વ’ વિષય પર યુવાનોને નોકરી શોધનારને બદલે નોકરી આપનાર બનવા પ્રેરણા આપવામાં આવી હતી. બીજા સેશનમાં ‘ઇનોવેશન અને સર્જનાત્મકતા’ વિષય પર નવા વિચારો, પ્રોબ્લેમ સોલ્વિંગ અને આઈડિયાને POC સુધી લઈ જવા અંગે માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડો. મહેશ ગઢિયાએ સંચાલન કર્યું હતું, જ્યારે ડો. વિરાજબેન રાઠોડે આભારવિધિ કરી હતી.