ગીર સોમનાથ જિલ્લામાં સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ હ્લઇઝ્ર ફી, ઇ્‌ઈ અને શાળાઓની સ્વાયત્તતા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લાભરની ખાનગી શાળાના સંચાલકો મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારી (ડ્ઢઈર્ં) કચેરીએ પહોંચ્યા હતા. સંચાલકોએ ડ્ઢઈર્ં એમ.વી. બોરીચાને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોના ઝડપી ઉકેલની માંગ કરી હતી. સ્વનિર્ભર શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રના નીતિગત મુદ્દાઓમાં સરકારે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. શાળાઓની સ્વાયત્તતા, હ્લઇઝ્ર ફી, ઇ્‌ઈ હેઠળની ફીની ચુકવણી તેમજ શાળા સંચાલકો પાસેથી માંગવામાં આવતી વિવિધ વિગતો સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સંચાલકોએ પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી હતી.