રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એચ.બી. સંઘવી મહિલા આટ્‌ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી અને વાવેલા વૃક્ષોને ઋષિ-મુનિઓના નામ આપવામાં આવ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ ગુરુજનોનું કુમકુમ, અક્ષત અને પુષ્પથી પૂજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળે ગુરુના જીવનમાં મહત્વ અંગે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અને કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અધ્યાપકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.