રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે પરમહંસ સન્યાસ આશ્રમ ખાતે સાધ્વીજી પ. પૂ. શ્રી ઊર્જાનંદ મૈયાની નિશ્રામા ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે મંત્રોચ્ચાર દ્વારા ગુરુપુજન કરવામા આવ્યું હતું. સેવકોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, બાબુભાઈ જાલંધરા, કાતર દરબાર દાદબાપુ વરુ, વડલી દરબાર મનુભાઈ ધાખડા, નાગેશ્રી દરબાર તખુભાઈ વરુ, બારપટોળીના સરપંચ દેવાતભાઈ વાઘ, વલકુભાઈ બોસ, મગનભાઈ ખાગડ, શશિભાઈ રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’, ભરતભાઇ રાજ્યગુરુ, દેવાતભાઈ બલદાણીયા વગેરે હાજર રહ્યા હતા. રાત્રે સંતવાણીમાં ભૂમિકાબેન આહિર, રાજુભાઈ બારોટ, સોનલબેન વાસીયાએ ભજનની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર નાજાભાઈ આહિર, પ્રવિણભાઈ આહિરે લોકસાહિત્ય દ્વારા શ્રોતાઓને મોજ કરાવી હતી. સ્થાનિક લોકસાહિત્યકાર શૈલેષભાઈ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રધ્ધાબેન આહિરે ગુરુપરંપરાનો મહિમા રજુ કર્યો હતો.